સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી તાલુકા શિયાણી ગામના યુવાનને અંકેવાળિયા દોલતપર રોડ પર રસ્તો આંતરી બાઇક પર આવેલા ત્રણ શખ્સોએ અગાઉના ઝઘડાનું મન દુઃખુ રાખી રસ્તામાં જ આંતરીને બોલાચાલી કરી અપશબ્દો બોલીને હુમલો કર્યો હતો સાથે જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટયા હતા. આ ઘટનાની ફરિયાદ લીંબડી પોલીસ સ્ટેશને નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
શિયાણી ગામના પ્રતિક ભુપતભાઈ દોદરીયાએ લીંબડી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ રઇ ગામે માતાજીના માંડવામાં હાજરી આપી પરત શિયાણી તરફ્ આવી રહ્યાં હતાં. ત્યારે અંકેવાળિયા અને દોલતપર વચ્ચે મોડી રાત્રે રસ્તા વચ્ચે ધોકાઓ લઇ ઉભેલા શૈલેષ પ્રતાપ ભાઈ ગોઢણીયા, વિષ્ણુ વજુભાઈ ગોઢણીયા તથા અશ્ચિન કલ્યાણભાઇ ગોઢણીયા એ અગાઉના ઝઘડાનું મનદુઃખ રાખી બોલાચાલી કરી ધોકા વડે હુમલો કરી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ તમામ હુમલાખોરો ભાગી છુટયાની ફરિયાદ લીંબડી પોલીસ સ્ટેશને નોંધાવી હતી. એથી પોલીસે ગુનો નોંધીને આરોપીઓની તપાસ હાથ ધરી છે.










