લીંબડી ગ્રામ્યમાં હાઈવે પર કટારિયાના પાટિયા પાસે રોડની સાઇડમાં ઉભેલા ટ્રેક્ટરને ટ્રકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રેક્ટર ચાલકને ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડાયો હતો. ગોધરાથી લીમડી ખેતી મજુરી કામ કરવા આવતા શ્રામજીવી મજુર પરિવારનુ ટ્રેક્ટરને લીંબડી હાઇવે પર કટારીયાપાટિયા પાસે ચાલકે રોડ સાઇડમાં ઉભુ રાખી લઘુશંકા કરવા ગયો હતો અને પરત આવી ટ્રેક્ટરમાં ચડતો હતો. તે દરમિયાન પાછળ પુરપાટ ઝડપે આવી રહેલા ટ્રક ચાલકે ટ્રેક્ટરની પાછળ અથડાતા અકસ્માત સર્જાયો. જેમા ટ્રેક્ટર ચાલક ચૌહાણ કલ્પેશ પોપટસિંહને ગંભીર ઇજાઓ પહોંચતા લીંબડી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પાણસીણા પોલીસે અકસ્માત સ્થળે દોડી આવીને ટ્રાફ્કિ વ્યવસ્થા સંભાળી હતી.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: