લીંબડીના ફ્તેસિંહ જીન નજીક ખુલ્લી ગટરનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. આઠ દિવસ પહેલા આ જ સ્થળે એક ગાય ગટરમાં પડી જતાં તેનું મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ સ્થાનિકોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો. તેમ છતાં ખુલ્લી ગટરને ઢાંકવા કે સુરક્ષા માટે પાલિકા દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. ત્યારે ગુરુવારે ફરી એક ગાય ખુલ્લી ગટરમાં ખાબકી હતી. આસપાસના સ્થાનિક લોકો અને ગૌરક્ષકોએ તાત્કાલિક પહોંચી ભારે જહેમત બાદ ગાયને સુરક્ષિત બહાર કાઢી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ખુલ્લી ગટર લાંબા સમયથી અકસ્માતનું કારણ બની રહી છે. નાળા પાસે કોઈ ચેતવણી બોર્ડ, બેરિકેટ કે ઢાંકણની સુવિધા નથી, જેના કારણે પશુઓ અને રાહદારીઓ માટે સતત જોખમ ઊભું થાય છે. એક ગાયના મૃત્યુ બાદ પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં લોકોમાં રોષ વ્યાપ્યો છે.

Gujarat Latest News live : રાજ્યમાં વરસાદની આગાહી









