લીંબડી : લીંબડી તાલુકાના જાખણ ગામે ત્રિમૂર્તિ મંદિર, રાજરાજેશ્વર ધામ ખાતે 77મા વન મહોત્સવની જિલ્લાકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, 'વૃક્ષો આપણી પ્રાચીન સંસ્કૃતિ અને ધાર્મિક પરંપરા સાથે અતૂટ રીતે જોડાયેલા છે. આજના સમયમાં ગ્લોબલ વોર્મિંગ, અનિયમિત વરસાદ અને વધતા પ્રદૂષણ જેવા પર્યાવરણીય પડકારો સામે વૃક્ષારોપણ જ સચોટ ઉપાય છે.કાર્યક્રમમાં ધારાસભ્ય કિરીટસિંહ રાણા, કલેક્ટર જી.એચ. સોલંકી, પૂર્વ મંત્રી આઈ.કે. જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન ભુસડીયા, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, લીંબડી પ્રાંત અધિકારી કે. એન. કાચા સહિત મોટીસંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વૃક્ષારોપણ અને પર્યાવરણ જતન ક્ષેત્રે શ્રોષ્ઠ કામગીરી કરનારા લોકોને પ્રશસ્તિપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
