લીંબડી પોલીસ મથકની સર્વેલન્સ ટીમના ધનરાજસિંહ વાઘેલા, ધવલ પટેલ સહિતનાઓએ બાતમીને આધારે ઈન્ડીયન ગેસ એજન્સી પાછળ ખરાબામાં જુગારની રેડ કરી હતી. જેમાં જુગારીયાઓમાં નાસભાગ મચી હતી. પોલીસે યુવરાજ નાંગભાઈ ખાચર, ફારૂક ઉસ્માનભાઈ સોલંકી અને અકરમ અલ્લાઉદ્દીનભાઈ કારવાને રોકડા રૂપીયા 15,900, 3 મોબાઈલ સહિત રૂપીયા 26,900ની મત્તા સાથે ગુડદી પાસાનો જુગાર રમતા ઝડપી લીધા હતા. આ દરોડામાં લલીત ઉર્ફે લાલજી પરમાર, વિનોદ ચાવડા, જાવેદ દિવાન, વીકી ચાવડા, ચીરાગ ઉર્ફે ભાણો રમેશભાઈ, વીનો ઉર્ફે બકરી રત્નાભાઈ દલવાડી, સચીન દલવાડી, વિશાલ વીરજીભાઈ રાવળ અને હાર્દીક ફરાર થઈ ગયા હતા. ફરાર થયેલા જુગારીયાઓને ઝડપી લેવા વધુ તપાસ લીંબડી પોલીસ ચલાવી રહી છે. જુગારના આ દરોડામાં ઝડપાયેલ ફારૂક ઉસ્માનભાઈ સોલંકી પાસેથી છરી મળી આવતા તેની સામે જાહેરનામા ભંગની પણ અલગથી ફરિયાદ નોંધવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો