લીંબડી શહેરમાં બિલાડીના ટોપની જેમ ફુટી નીકળેલા નાના મોટા બુટલેગર તત્વોને નાથવા પોલીસ મેદાનમાં પડી છે. સતત ત્રીજા દિવસે પણ પોલીસને ઈંગ્લિશ દારૂની રેડમાં સફ્ળતા મળી હતી અને ભોગાવો નદીના સામાં કાંઠે બાવળની કાંટમાં ઈંગ્લિશ દારૂનો ઈંગ્લિશ દારૂની નાની મોટી બોટલ તથા ચપલા મળી આવતા પોલીસે મુદામાલ કબજે કર્યો હતો
લીંબડી પોલીસ સ્ટેશનેથી વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ લીંબડી પોલીસને બાતમી મળી હતી કે સર જે. હાઇસ્કૂલ પાસે રહેતા વિનુભાઇ કાળુભાઇ ચોસલા ભરવાડ કે જેઓ ઈંગ્લિશ દારૂનો છુટક વેપલો કરતો હોવાની બાતમી મળતા પોલીસે ભોગાવો નદી કાંઠે આવેલા તેની જગ્યામાં ટીમ બનાવી દરોડો પાડયો હતો. જ્યારે આરોપી વિનુભાઇ ચોસલા ભરવાડ સ્થળ પર હાજર મળી ન આવતા પોલીસે ઈંગ્લિશ દારૂની 700 MLની બોટલ નંગ 9 તથા ચપલા નંગ 60 એમ કુલ મુદામાલ મળી રૂ. 24,200નો મુદામાલ કબજે કરી તપાસ હાથ ધરી છે.










