લીંબડી તાલુકાના મોટા ટીંબલા અને નાના ટીંબલા ગામે રહેતા યુવાન તા. 18ને રવીવારે મોડી સાંજના સમયે બાઈક લઈને લીંબડી તાલુકાના ભલગામડા-જાંબુ રોડ પરથી પસાર થતા હતા. ત્યારે વળાંકમાં બન્ને બાઈક સામ-સામે ધડાકાભેર અથડાતા બન્ને બાઈક ચાલકોના મોત થયા છે. બીજી તરફ ધ્રાંગધ્રા-બાવળી રોડ પર રિક્ષા-બાઈક વચ્ચેના અકસ્માતમાં 1નું સારવાર દરમીયાન મોત થયુ છે. જયારે ર મહિલા સહિત 4ને ઈજા પહોંચી છે.સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ અકસ્માતોના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ત્યારે લીંબડી ગ્રામ્યમાં 2 બાઈક સામ-સામે અથડાવાના બનાવમાં 2 ના મોત થયા છે. આ અંગે મળતી માહીતી મુજબ લીંબડી તાલુકાના ભલગામડા-જાંબુ રોડ પર આવેલા વળાંક પાસે તા. 18ના રોજ મોડી સાંજે 2 બાઈક સામ-સામે ધડાકાભેર અથડાયા હતા. જેમાં બન્ને બાઈકના ચાલક નાના ટીંબલાના 35 વર્ષીય મુકેશભાઈ જગાભાઈ પરમાર અને મોટા ટીંબલાના 39 વર્ષીય પરસોત્તમભાઈ દેવજીભાઈ વાઘેલાને માથામાં ઈજાઓ પહોંચી હતી. આથી બન્નેને સારવાર માટે દવાખાને લઈ જવાતા રસ્તામાં જ મોત થયુ હતુ. બનાવની જાણ થતા લીંબડી પોલીસ મથકના બીટ જમાદાર ભુપતસિંહ રાઠોડ સહિતનાઓ દોડી ગયા હતા. અને મૃતકોની લાશને પીએમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જયારે પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના લાબડાધરા ગામે રહેતા ગોવિંદભાઈ દેસીંગભાઈ નાયક ધ્રાંગધ્રા તાલુકાના બાવળી ગામની સીમમાં આવેલ ખેતરમાં ખેતમજુરી કરે છે. તા. 1-10 ના રોજ તેઓ પત્ની અનીતાબેન, 2 પુત્રો દેવેન્દ્ર અને વસંત સાથે રિક્ષામાં બેસી ધ્રાંગધ્રા બસ સ્ટેશનથી બાવળી જતા હતા. જેમાં બાવળી ગામના ડેમ પાસે વળાંકમાં સામેથી એક બાઈક ચાલકે પુરઝડપે આવી રિક્ષા સાથે અકસ્માત કર્યો હતો. જેમાં ગોવિંદભાઈ, અનીતાબેન, વસંત, રિક્ષાના ચાલક અને પાછળની સીટમાં બેસેલ એક મહિલાને ઈજા પહોંચી હતી. જેમાં ગોવિંદભાઈને માથામાં ઈજા થતા સારવાર દરમીયાન તા.2-10 ના રોજ સુરેન્દ્રનગરની સી.યુ.શાહ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પીટલ ખાતે મોત થયુ હતુ. આ અંગે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે મૃતકના પત્ની અનીતાબેને ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પીએસઆઈ ડી.એસ.ચૌહાણ ચલાવી રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો