ડિજિટલ એન્ટરટેઇનમેન્ટના યુગમાં OTT (Over-The-Top) પ્લેટફોર્મ્સે મનોરંજનનો અનુભવ સંપૂર્ણપણે બદલ્યો છે. પહેલાં લોકો ટેલિવિઝન પર જ લાઇવ ચેનલ્સ અને સિરિયલ્સ જોતા હતા પરંતુ હવે મોબાઈલ ફોન, સ્માર્ટ ટીવી અથવા લેપટોપ પર જ હજારો ચેનલ્સ, વેબ સિરીઝ, ફિલ્મો અને સ્પોર્ટ્સ લાઇવ જોઈ શકાય છે.
OTT એપ્લિકેશન્સ પર લાઇવ
તેમજ ગુજરાતનું અગ્રણી ન્યૂઝ કન્ટેન્ટ હવે અનેક OTT પ્લેટફોર્મ્સ અને તમારા Mobile તેમજ Smart TV પર સરળતાથી ઉપલબ્ધ છે. તમે સંદેશ ન્યૂઝને Jio TV, Airtel Xstream Play, TATA PLAY & BINGE, WATCHO TV, OTT Play, Distro TV, Playbox TV, Swift TV, EPIC ON, Vodafone TV (Vi Movies & TV), Neo TV Plus, Zenga TV, Dailyhunt, EBABA અને Limax TV જેવી મુખ્ય OTT એપ્લિકેશન્સ પર લાઇવ જોઈ શકો છો.
સંદેશ ન્યૂઝ કન્ટેન્ટનો સરળતાથી એક્સેસ
આ ઉપરાંત તમારા સ્માર્ટ ટીવી (જેમ કે Croma TV, Google TV, Android TV, Amazon Fire TV, Xiaomi/MI TV અને Honor TV)માં સંદેશ ન્યૂઝની ખાસ TV એપ્લિકેશન ડાઉનલોડ કરીને પણ તમે મોટી સ્ક્રીન પર સમાચાર માણી શકો છો. જે ગ્રાહકોને તેમની પસંદગીના પ્લેટફોર્મ પર સંદેશ ન્યૂઝ કન્ટેન્ટનો સરળતાથી એક્સેસ પૂરો પાડે છે. અહીં ભારતના એવા ટોપ OTT પ્લેટફોર્મ્સની યાદી છે જ્યાં લાઇવ ચેનલ્સ સાથે અન્ય પ્રીમિયમ OTT કન્ટેન્ટ પણ મળે છે;
JioTV / JioCinema
Reliance Jioનું આ પ્લેટફોર્મ ભારતના સૌથી લોકપ્રિય Live TV OTT પ્લેટફોર્મ્સમાંનું એક છે. તેમાં 500 થી વધુ Live Channels, Sports Streaming અને Movies / Web Series ઉપલબ્ધ છે. ખાસ કરીને ક્રિકેટ, IPL અને સ્પોર્ટ્સ માટે ખૂબ પ્રસિદ્ધ છે.
Tata Play Binge
Tata Play Binge OTT World અને Live TV બંને એકસાથે આપે છે. Tata Play Connection ધરાવતા યુઝર્સ તેમના DTH ચેનલ્સને એપમાં Live જોઈ શકે છે. તેમાં અનેક મોટાં OTT Apps એક જ Subscription હેઠળ મળતાં હોય છે.
Airtel Xstream Play
Airtel Xstream Live TV સાથે Movies, Web Series અને Regional Content પણ આપે છે. Airtel Users માટે આ એક સરળ અને Multi-Device આધારિત OTT પ્લેટફોર્મ છે.
Vi Movies & TV (Vodafone Idea)
Vi Movies &TVમાં 300+ Live TV Channels, Regional Content, Kids Shows, Music Channels અને Movies ઉપલબ્ધ છે. Vodafone Idea યુઝર્સ માટે આ ખૂબ લોકપ્રિય છે.
Watcho TV (Dish TV & d2h)
Watcho TVમાં 100 થી વધુ Live Channels, Web Series, Short Films અને Comedy Content ઉપલબ્ધ છે. Dish TV અને D2H Subscribers માટે આ વધુ ઉપયોગી છે.
Playbox TV
Playbox TV એક OTT Aggregator છે જેમાં 500 થી વધુ Live Channels, Regional OTT Content, Radio Channels અને HD TV Streaming મળેછે.
DistroTV
આ પ્લેટફોર્મ Free Ad-Supported Service છે જેમાં ખાસ કરીને News, Lifestyle, Regional અને International Live Channels ઉપલબ્ધ છે.
Dailyhunt Live TV
Dailyhunt માત્ર News Platform જ નથી, પરંતુ હવે તેમાં Live News Channels પણ ઉપલબ્ધ છે. તેમાં India TV, Aaj Tak, Zee News સહિત અનેક Live News ઉપલબ્ધ છે.
Zenga TV
Zenga TV Live News, Music Channels, Regional Channels અને Kids Content આપે છે. આ Free Streaming Based Platform છે.
EPIC ON (EPIC TV Network)
EPIC ON પર Live EPIC TV Channel અને તેના સાથે Documentary-Based Premium Content ઉપલબ્ધ છે. History, Travel અને Culture-Based Shows માટે જાણીતા છે.
શા માટે Live TV + OTT Combo પ્લેટફોર્મ ઝડપથી લોકપ્રિય થઈ રહ્યાં છે?
TV અને OTT બંનેને એક એપમાં વાપરી શકાય છે, Sports Live Streaming માટે હંમેશા ડિમાન્ડ રહે છે, Regional Language Channelsની Availability, Affordable અને Multi-Device Access
Cable/DTH જેવી Dependency દૂર કરે છે.
ભવિષ્યનું ટ્રેન્ડ
ભારતમાં Internet Usersની સંખ્યા 850 મિલિયનથી વધુ થઈ રહી છે. આવનારા સમયમાં વધુ OTT Platforms Live TV + OTT Contentને એકસાથે પ્રદાન કરશે અને આ Model FAST (Free Ad-Supported TV) ફોર્મેટ તરફ આગળ વધશે.
નિષ્કર્ષ
ભારતમાં OTT Streaming Industry ખૂબજ ઝડપથી વિકસી રહી છે અને હવે People “On-Demand Entertainment + Live TV” બંને એક જ એપમાં જોવા ઈચ્છે છે. ઉપર જણાવેલા Platforms આ જરૂરિયાતને પૂર્ણ કરે છે અને ભારતના Digital Entertainment Futureનો મુખ્ય ભાગ બનશે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
