મહીસાગર જિલ્લાના સંતરામપુર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જી. એલ. ચૌધરી દ્વારા ડીટવાસ પોલીસ સ્ટેશનનું વર્ષ 2026નું વાર્ષિક ઇન્સ્પેક્શન હાથ ધરાયું હતું. આ પ્રસંગે પોલીસ સ્ટેશનની કામગીરીની ચકાસણી કરી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
નાયબ પોલીસ અધિક્ષક નું ભવ્ય સન્માન વાર્ષિક ઇન્સ્પેક્શન અર્થે ડીટવાસ પોલીસ સ્ટેશને પધારેલા સંતરામપુર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જી. એલ. ચૌધરીનું ડીટવાસ પોલીસ સ્ટેશનના P.S.I. વી. એ. ચૌધરી તથા પોલીસ સ્ટાફ્ દ્વારા સ્વાગત કરાયું હતું અને પ્રોટોકોલ મુજબ તેમનું વિશેષ સન્માન કરાયું હતું. ઇન્સ્પેક્શન દરમિયાન DySP જી. એલ. ચૌધરીએ પોલીસ સ્ટેશનના ગુના રજીસ્ટર, કાયદો અને વ્યવસ્થાને લગતા રેકોર્ડ, મુદામાલ રૂમ તેમજ કચેરીની વહીવટી કામગીરીનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. તેમણે ડીટવાસ પોલીસ મથકની કામગીરીનેવધુ સુદ્રઢ, પારદર્શક અને લોકાભિમુખ બનાવવા માટે સ્ટાફ્ને મહત્વના સૂચનો કર્યા હતા. ?










