ખોડલધામ સેવા સમિતિ દ્વારા યોજાનાર દશાબ્દિ મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સમસ્ત પાટીદાર સમાજના તમામ ગામોમાં રથ પરિભ્રમણ કરી મહોત્સવનું આમંત્રણ પાઠવવામાં આવી રહ્યું છે.
આ નિમિત્તે રથ પરિભ્રમણ દરમિયાન મહીસાગર જિલ્લાના ચાવડી બાઈના મુવાડા ગામે રથનું આગમન થતાં સમગ્ર ગ્રામજનો દ્વારા રાત્રિરોકાણ સાથેનું અત્યંત ભવ્ય અને ઉત્સાહભેર સ્વાગત કરાયું હતું.
