લુણાવાડા : લુણાવાડાના શ્રી વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલમાં તાજેતરમાં ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ ગાંધીનગર તેમજ મહીસાગર જિલ્લા બાળ આયોગના સહયોગથી ભણતરના ભોગે મજૂરી નહીં અને બાળપણમાં લગ્ન નહીંનો સંદેશો વિદ્યાર્થીઓને નાટય સ્વરૂપે આપવામાં આવ્યો હતો. અંતરંગ ચેરીટેબલ ફઉન્ડેશન અમદાવાદના કલાકારો દ્વારા દ્વારા વિદ્યાર્થીઓ સમક્ષ એક નાનકડું નાટક મારે હજી ભણવાનું છે રમુજી રીતે રજૂ કરાયું હતું. આચાર્ય પંકજ પટેલે તમામ કલાકારો અને સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો