લુણાવાડા તાલુકાના મલેકપુર ચાર રસ્તા બજાર વિસ્તારમાં રોડની સાઇડમાં આવેલું અને ચોમાસાની ઋતુમાં ગમે ત્યારે તૂટી પડે તેવી સ્થિતિમાં તોળાતું એક વિશાળ સુકાયેલું વૃક્ષ વાહનચાલકો અને રાહદારીઓ માટે મોટું જોખમ બન્યું હતું.વન વિભાગ, MGVCL અને ટ્રાફ્કિ પોલીસના સંયુક્ત સંકલનથી આ જોખમી વૃક્ષોને તાત્કાલિક ધોરણે કટિંગ કરીને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.


લુણાવાડા તાલુકાના મલેકપુર ગામના ચાર રસ્તા બજાર વિસ્તારમાં રોડની સાઇડમાં આવેલું એક વિશાળ વૃક્ષ છેલ્લા ઘણા સમયથી સંપૂર્ણપણે સુકાઈ ગયું હતું અને ચોમાસાની ઋતુમાં ગમે ત્યારે નીચે ધસી પડે તેવી ભીતિ સેવાઈ રહી હતી. આ અંગે સંદેશ પેપરમાં શનિવાર, 13 જૂન 2026 ના રોજ મલેકપુર ચાર રસ્તા બજારમાં સુકાયેલું વૃક્ષ જોખમી* શીર્ષક હેઠળ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો.અખબારમાં સમાચાર આવતાની સાથે જ વહીવટી તંત્ર સફળું જાગ્યું હતું અને ગુરૂવાર, 18/06/2026 ના રોજ આ જોખમી બનેલા નમી ગયેલા ઝાડને કટિંગ કરીને હટાવવાની કામગીરી તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવી હતી.લુણાવાડા વિસ્તરણ કચેરીના આર.એફ્ ઓ રોહિતભાઈ પટેલ તેમજ ઇન્ચાર્જ રાઉન્ડ ફોરેસ્ટર સોનલબેન રાઠોડ તેમજ એમજીવીસીએલ ના ડેપ્યુટી એન્જિનિયર કે એન કામોલ તથા ટી.પી. પટેલ લાઈનમેન તાલુકા પોલીસની ટીમ - આ ત્રણેય વિભાગોએ સાથે મળીને સંકલન સાધ્યું હતું. કોઈપણ જાનમાલનું નુકસાન ન થાય તે રીતે મલેકપુર બજારથી દિવડા જતા રોડ પાસે નમી ગયેલા અને સુકાઈ ગયેલા ઝાડનું કટિંગ કામ સફ્ળતાપૂર્વક પૂરું

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: