મહત્વાકાંક્ષી નળ સે જળ અભિયાનમાં મહીસાગર જિલ્લામાં થયેલા રૂા.123 કરોડના ભ્રષ્ટાચાર મામલે સીઆઈડી ક્રાઈમ દ્વારા વધુ એક કૌભાંડી સરપંચની ધરપકડ કરાઈ છે, જેને પગલે અત્યાર સુધીમાં ધરપકડ કરાયેલા આરોપીઓની કુલ સંખ્યા 44 પર પહોંચી ગઈ છે.આ વખતે ?રૂા.1.05 લાખની ઉચાપત કરનાર જનોડના સરપંચને જેલભેગા કરાયા છે.

મહીસાગર જિલ્લામાં થયેલા રૂા.123 કરોડના કૌભાંડ મામલે સીઆઈડી ક્રાઈમે તપાસ તેજ કરી છે, અત્યારસુધી આ કૌભાંડમાં સંડોવાયેલા કુલ 43 આરોપીની ધરપકડ કરાઈ છે, જેમાં આજે સીઆઈડી ક્રાઈમે બાલાસિનોર તાલુકા ના જનોડ ગામના સરપંચ રમેશભાઈ રત્નાભાઈ માછીની ધરપકડ કરી છે, જેમની સામે સરકારી નીતિ-નિયમોને નેવે મૂકીને પાણી સમિતિના સરકારી એકાઉન્ટમાંથી પોતાના જ નામનો ચેક બનાવી રૂા.1.05 લાકની ઉચાપત કરી હોવાનો આક્ષેપ છે. સીઆઈડી ક્રાઈમે તેમની સામે ગુનો નોંધી ધરપકડ કરી છે. આ સાથે ધરપકડ કરાયેલા કુલ આરોપીની સંખ્યા 44 થઈ છે.