લુણાવાડા તાલુકાના ઉચરપી ગામે એ3 ઘરના વાડામાં સાપ જેવા મહાકાય વન્યજીવે દેખા દેતાં સમગ્ર ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો.જે અંગે લુણાવાડાની એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટને જાણ કરાતાં સંસ્થાના સભ્યોએ ગામમાં પહોંચી 8 ફુટ લાંબા મહાકાય અજગરને રેસ્ક્યુ કર્યો હતો.
ઉચરપી ગામના રહીશ પર્વતભાઈ ઝાલાના ઘરના વાડામાં મહાકાય વન્યજીવ નજરે પડતાં તેને જોવા ગ્રામજનોના ટોળેટોળાં સ્થળે ઉમટી પડયા હતા. લોકોમાં ફ્ફ્ડાટ વ્યાપી ગયો હતો. જે અંગે લુણાવાડાની જીવદયા પ્રેમી સંસ્થા એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ, મહીસાગર'ને જાણ કરાતા તેના સભ્યો તુરત ઉચરપી ગામે પહોંચી ગયા હતાં, ટીમના સભ્યો રમેશ બારોટ અને વિનોદ મકવાણાએ ભારે જહેમત બાદ ઘરના વાડામાં પતરાં નીચે છુપાયેલા અંદાજિત 8 ફૂટ લાંબા મહાકાય અજગરનું સુરક્ષિત રેસ્ક્યુ કરતાં ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો. જે બાદ સંસ્થાના સભ્ય સત્યમ જોશીએ અજગર વિશે ગ્રામજનોને માહિતી આપતા આ બુઆ પ્રજાતિનો તદ્દન બિનઝેરી અજગર હોવાનું જણાવી તેનાથી ગભરાવાની જરૂર નહીં હોવાનું જણાવ્યું હતું. જે બાદ અજગરને કુદરતી વાતાવરણમાં સુરક્ષિત મુક્ત કરાયો હતો.
