લુણાવાડા : મહિસાગર જિલ્લાના ગોધરા તાલુકાના ચુથાના મુવાડા ગામની પ્રવીણ વિદ્યાલય ખાતે વિદ્યાર્થી પ્રતિનિધિ મંડળની ચૂંટણી આચાર્યના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી. જેમાં મતદાન પ્રક્રિયા બાદ મતગણતરી હાથ ધરાતાં જનરલ સેક્રેટરી (G.S.)ના પદ માટે બે મુખ્ય ઉમેદવારોને સરખા મત મળતાં બંને વચ્ચે ટાઈ પડતાં ચિઠ્ઠી ઉછાળીને વિજેતા નક્કી કરાયા હતાં, જેમાં જનરલ સેક્રેટરી તરીકે કાર્તિ3 સાલમભાઈ રાઠોડ, લેડીઝ રિપ્રેઝન્ટેટિવ (L.R.) માટે મિનાક્ષી પ્રભાતભાઈ ખાંટ વિજેતા જાહેર થયાં હતાં. જેમને આચાર્ય, શિક્ષકો અને સાથી વિદ્યાર્થીઓએ પુષ્પગુચ્છ આપીને અભિનંદન પાઠવ્યા હતા.
