મહીસાગર જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના નવનિયુક્ત ચેરમેનો દ્વારા આજે વિધિવત રીતે ચાર્જ સંભાળવામાં આવ્યો હતો. તમામ નવનિયુક્ત ચેરમેનોએ લુણાવાડા સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી.
મહીસાગર જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના નવનિયુક્ત ચેરમેનોની નિયુક્તિ કરાઈ હતી, જેમાં કોઠાના સભ્ય રાકેશકુમાર ઇન્દુભાઇ સોલંકીને સામાજિક ન્યાય સમિતિ, નરસીંગપુરના નરેન્દ્રસિંહ અર્જુનસિંહ દામાને શિક્ષણ સમિતિ, લીમડીના દિનેશભાઇ અમરસીંગભાઇ બામણીયાને આરોગ્ય સમિતિ, બાંધકામ સમિતિ, ઉંદરાના જેન્તાબેન ભલાભાઇ પટેલીયાને મહિલા અને બાળ વિકાસ સમિતિ તેમજ વડાગામના ભાનુપ્રસાદ હરજીવનભાઇ જોશીને સિંચાઇ ઉત્પાદન અને સહકાર સમિતિના ચેરમેન નિયુક્ત કરાયા હતાં. તમામ હોદ્દેદારોએ સત્તાવાર રીતે કાર્યભાર સંભાળી લીધો છે. વિવિધ સમિતિઓ પોતાના સ્તરે વહીવટી કામગીરીને વધુ સુદ્રઢ અને ગતિશીલ બનાવશે તેવી અપેક્ષા સેવાઈ રહી છે. જિલ્લા કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ બારિયા, મહામંત્રીઓ કમલેશ પાદરીયા અને ચિંતન પટેલ, તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ કલ્પનાબેન પુવાર અને ઉપપ્રમુખ હંસરાજ વસાવા સહિતના આગેવાનોએ પુષ્પગુચ્છ આપી અભિનંદન પાઠવ્યા હતા.
