મહીસાગર જિલ્લા સેવા સદન ખાતે આવેલી લુણાવાડાની મામલતદાર કચેરીમાં એટીવીટી શાખામાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી અને આડોડાઈ સામે આવી છે. હાલમાં નવી શૈક્ષણિક સત્રની શરૂઆત થતાં જ વિવિધ દાખલાઓ અને ફોર્મ સબમિટ કરવા માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ કચેરીએ ઉમટી રહ્યા છે. પરંતુ તંત્રની અણઆવડતના કારણે અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.


પ્રાપ્ત વિગતો અનુસાર, એટીવીટી વિભાગની અંદર અરજદારોની સુવિધા માટે બે અલગ-અલગ ટેબલની વ્યવસ્થા કરવામાં આવેલી છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે કચેરીમાં પૂરતો સ્ટાફ્ હાજર હોવા છતાં, માત્ર એક જ ટેબલ કાર્યરત રાખવામાં આવે છે અને બીજું ટેબલ બંધ હાલતમાં જોવા મળે છે. પરિણામે, સવારથી જ કચેરીની બહાર અરજદારોની લાંબી લાઈનો જોવા મળે છે. હાલ કાળઝાળ ગરમી પડી રહી છે, તેમ છતાં નાના માસૂમ બાળકો, વિદ્યાર્થીઓ અને મહિલાઓ સવારથી સાંજ સુધી લાઈનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. લુણાવાડા તાલુકાના અંતરિયાળ અને દૂર-દૂરના ગામડાઓમાંથી ગરીબ પરિવારો પોતાનું કિંમતી ભાડું ખર્ચીને અને મજૂરી જતી કરીને અહીં પોતાના કામ માટે આવે છે. પરંતુ, કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા બાદ સમય પૂરો થઈ જતાં, કોઈપણ કામ વગર જ તેઓને નિરાશ થઈને પરત ફરવું પડે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: