લુણાવાડા : લુણાવાડા તાલુકાના ગધનપુર ગામે ગુજરાત નર્મદા વેલી ફ્ર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GNFC) દ્વારા PM PRANAM કિસાન સંગોષ્ઠી યોજાઈ હતી. જેનો મુખ્ય ઉદ્દેશ્ય રાસાયણિ3 ખાતરોનો સંતુલિત અને વિવેકપૂર્ણ વપરાશ કરીને જમીનની ફ્ળદ્રુપતા જાળવવી અને ધરતી માતાને બચાવવાનો હતો. જેમાં ગધનપુર તેમજ કાંકચીયા ગામના આશરે 60થી 70 જેટલા ઉત્સાહી ખેડૂતોએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં હાજર રહેલા કૃષિ ક્ષેત્રના નિષ્ણાતો અને અધિકારીઓએ ખેડૂતોને આધુનિ3 ખેતી, રાસાયણિ3 ખાતરોનો યોગ્ય વપરાશ, સેન્દ્રિય ખેતીનું મહત્વ અને જમીનની આરોગ્ય સુધારણા અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડયું હતું. આ પ્રસંગે એચ. આર. નંદાણી, એરિયા મેનેજર,GNFC- વડોદરા, ડૉ.મફ્તભાઈ પટેલ - નિવૃત્ત કૃષિ વૈજ્ઞાનિક, રણજીતભાઇ ભગોરા-ખેતી અધિકારી, લુણાવાડા, જયશ્રીબેન (આત્મા પ્રોજેક્ટ -ATMA), સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતાં.
