લુણાવાડા : લુણાવાડાના શ્રી વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત સ્વામી વિવેકાનંદ હાઇસ્કુલ ખાતે ગુરુપૂર્ણિમાની હર્ષોલ્લાસ અને ધામધૂમથી ભવ્ય ઉજવણી કરાઈ હતી. જેમાં શાળાના કેજી સેક્શનથી લઈને ઉચ્ચતર માધ્યમિક વિભાગ સુધીના તમામ વિદ્યાર્થીઓએ ગુરુના સર્વોપરી સ્થાનને અભિવ્યક્ત કરતી વિવિધ કૃતિઓ રજૂ કરી હતી, જેમાં વકતૃત્વ સ્પર્ધા અને વક્તવ્ય દ્વારા જીવનમાં ગુરુના મહત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો, તેમજ સુમધુર ભજનો અને ગુરુ મહિમા વિશેનું પ્રેરણાદાયી નાટક રજૂ કરાયું. ગૌરી વ્રત નિમિત્તે શાળામાં મહેદી સ્પર્ધા, આરતીની થાળી સુશોભન સ્પર્ધા, તોરણ સ્પર્ધા તેમજ કેશ ગુંથન સ્પર્ધા યોજાઈ હતી. આચાર્ય પંકજ પટેલે વિદ્યાર્થીઓને ગુરુના માર્ગદર્શન હેઠળ આગળ વધવા માટે પ્રેરણાદાયી ઉદબોધન આપ્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો