કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેરળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ગુજરાતની જનતા વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણીના ઘેરા પ્રત્યાઘાતો મહીસાગર જિલ્લામાં જોવા મળ્યા છે. ખડગેએ ગુજરાતીઓને અશિક્ષિત કહીને જે અપમાનજનક નિવેદન આપ્યું છે, તેના વિરોધમાં મહીસાગર જિલ્લા ભાજપ દ્વારા પ્રમુખ દશરથભાઈ બારિયાના નેતૃત્વમાં લુણાવાડાના લૂણેશ્વર ચાર રસ્તા પાસે મૌન ધરણા યોજાયા હતાં. તેમજ તેમના નિવેદનને સખત શબ્દોમાં વખોડી કાઢયું હતું. વિરોધ પ્રદર્શનમાં સંતરામપુરના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ડૉ. કુબેર ડિંડોર સહિત જિલ્લા ભાજપના હોદ્દેદારો અને જનપ્રતિનિધિઓ જોડાયા હતા.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: