લુણાવાડા : મહીસાગર જિલ્લાના બાળકો અને કિશોરોનું સ્વાસ્થ્ય ઉત્તમ રહે તેવા ઉદ્દેશ્ય સાથે આજે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય કૃમિ મુક્ત દિવસની ઉજવણી કરાઈ હતી. જે અંતર્ગત જિલ્લા મુખ્ય આરોગ્ય અધીકારીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય કાર્યકરો, આશા બહેનો, અને આંગણવાડી વર્કર્સની ટીમો દ્વારા સમગ્ર જિલ્લામાં જિલ્લાની શાળા-કોલેજો અને આંગણવાડી કેન્દ્રો ખાતે 1 થી 19 વર્ષ સુધીના 3 લાખ 22 હજાર 895 બાળકો અને કિશોરોને કૃમિનાશક ગોળી (એલ્બેન્ડાઝોલ) વિનામૂલ્યે ગળાવાઈ હતી. લુણાવાડા અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફ્સિર અને આયુષ મેડિકલ ઓફ્સિરની ઉપસ્થિતિમાં લુણાવાડા ડૉ.પોલન સ્કૂલ ખાતે બાળકોને કૃમિનાશક ગોળી ગળાવાઇ હતી.
