લુણાવાડા : ભાગવત કથાકાર પૂ.ભાઈ રમેશભાઈ ઓઝાની પ્રેરણાથી કાર્યરત પોરબંદર સ્થિત ભારતીય સંસ્કૃતિ સંવર્ધક ટ્રસ્ટ સાંદીપનિ વિદ્યાનિકેતન દ્વારા પ્રતિ વર્ષ ગુરુપૂર્ણિમાના પાવન અવસરે શિક્ષણ અને આધ્યાત્મિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપનાર શ્રોષ્ઠ સારસ્વતોનું ભાવપૂજન કરાય છે. આ વર્ષે ગુરુ ગૌરવ એવોર્ડ-2026 માટે સમગ્ર મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાની નરસીંગપુર મુખ્ય પ્રાથમિક શાળાના શિક્ષક રમેશકુમાર બદામીલાલ ચૌહાણની પસંદગી કરાઈ છે. સાંદીપનિ વિદ્યાનિકેતન, પોરબંદર ખાતે પૂ. રમેશભાઈ ઓઝા તેમજ રાજ્ય અને દેશના વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં આગામી તા.27 અને 28ના રોજ બે દિવસીય યોજાનાર ભાવપૂજન કાર્યક્રમમાં રમેશકુમાર ચૌહાણનું વિશેષ બહુમાન કરાશે
