લુણાવાડા : લુણાવાડા નગરમાં પડેલા ભારે વરસાદના પગલે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. જોકે, પ્રજાની તકલીફોને વાચા આપતા લુણાવાડા નગરપાલિકાના પ્રમુખ અને ચીફ્ ઓફ્સિર સહિતની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી પાણીનો નિકાલ કરાવ્યો હતો. વોર્ડ નંબર 1માં સ્વાગત રેસીડેન્સી તથા તેની આજુબાજુના વિસ્તારમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા હતા. આ અંગેની જાણ થતાં જ નગરપાલિકાની ટીમ તાત્કાલિક હરકતમાં આવી હતી. ઘટનાસ્થળે જ JCB મશીન મંગાવીને ભરાયેલા પાણીના નિકાલ માટેની ઝડપી કામગીરી શરૂ કરાવી હતી. ઉપરાંત વોર્ડ નં.7માં બારોટ વાડા ચોક અને શાંતિ એકતા નગર વિસ્તારમાં પણ વરસાદી પાણીના સુચારુ નિકાલ માટેની જરૂરી વ્યવસ્થા કરાઈ હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો