લુણાવાડા : કોઠંબા તાલુકા આચાર્ય સંઘની સામાન્ય સભા ગઈકાલે તા.30ના રોજ યોજાઈ હતી. જેમાં નવી કારોબારીની રચના કરવામાં આવી હતી. નવી કારોબારીમાં અધ્યક્ષ તરીકે મુકેશભાઈ એમ. પટેલ (મોંઘીબા ગાયત્રી વિદ્યાલય, લાડવેલ), પ્રમુખ તરીકે સુરેશચંદ્ર સી. પટેલ (ધી લિબર્ટી હાઈસ્કૂલ, ખારોલ), ઉપપ્રમુખ તરીકે આર. સી. ભોઈ (સરદાર પટેલ વિદ્યાલય, રાઘવના મુવાડા), મહામંત્રી તરીકે સંજયભાઈ પટેલ (નવજીવન હાઈસ્કૂલ, થાણાસાવલી), સહમંત્રી તરીકે રાજુભાઈ પટેલ (ગાયત્રી વિદ્યાલય, હાથીવન), ખજાનચી તરીકે વિનુભાઈ બારિયા (ધી આઈડિયલ હાઈસ્કૂલ, કોઠંબા) તથા સંગઠન મંત્રી તરીકે મનીષભાઈ પ્રજાપતિ (સર્વોદય હાઈસ્કૂલ, કોઠંબા) ની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો