મહીસાગર જિલ્લાના યુવાનો પોલીસ દળમાં જોડાઈને દેશસેવા કરી શકે તે હેતુથી આજે પોલીસ ભરતી માર્ગદર્શન સેમિનારનું આયોજન જિલ્લા પોલીસ, પ્રાયોજના કચેરી અને પૂર્વ મંત્રી તથા ધારાસભ્ય કુબેરભાઈ ડિંડોરના સંયુક્ત ઉપક્રમે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત કરાયુ હતું.

આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય પોલીસ ભરતીમાં ભાગ લેવા ઈચ્છતા ઉમેદવારોને શારીરિક કસોટી માટેની તૈયારીલેખિત પરીક્ષા માટેનુંઆયોજન અનેભરતી પ્રક્રિયાના નિયમોની સંપૂર્ણ જાણકારી પૂરી પાડવાનો હતો. આ પ્રસંગે રેન્જ આઈ.જી. આર. વી. અસારી અને મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન ઉપસ્થિત રહ્યા હતા.