લુણાવાડાથી માત્ર 4 કિલોમીટરના અંતરે આવેલા ચોપડાથી નવામુવાડા ગામને જોડતા મુખ્ય રોડના નિર્માણમાં સરકારી નિયમોને નેવે મુકી આર.એન્ડ.બી. વિભાગ હેઠળ મંજૂર થયેલા રોડના કામમાં વેઠ ઉતારવામાં આવી રહી હોવાની વ્યાપક બૂમો ઉઠી છે.


સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા અનુસાર, રોડ બનાવતા પહેલાં તેની આજુબાજુનું ટ્રિમિંગ કરવું અને રોડની યોગ્ય સાફ્-સફઈ કરવી અનિવાર્ય હોય છે. જો કે, અહીં કોન્ટ્રાક્ટર દ્વારા રોડની આજુબાજુ કોઈ પણ પ્રકારની સફઈ કે લેવલિંગ કર્યા વગર જ સીધું જ રોડ બનાવવાનું કામ ધમધમાવી દેવાયું છે. રોડનું કામ નિયમ વિરુદ્ધ થતું જોઈને ચોપડા અને નવામુવાડા ગામના લોકોએ એકઠા થઈને કામ અટકાવી વિરોધ નોંધાવ્યો હતો. છતાં કોન્ટ્રાક્ટરે કામ ચાલુ રાખ્યું હતું. જેને લઈને ગામ લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. જેથી આર.એન્ડ.બી. વિભાગના ઉચ્ચ અધિકારીઓએ તાત્કાલિક સ્થળ તપાસ કરી નબળું કામ બંધ કરવા અને નિયમ મુજબ જ રોડનું કામ આગળ વધે તેવા કડક આદેશો આપવા માગ કરી છે, નહીં તો આગામી સમયમાં ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

આ રસ્તા પરથી દરરોજ વિદ્યાર્થીઓ, ખેડૂત ભાઈઓ, મજૂરો તેમજ અન્ય ગ્રામજનો અવરજવર કરે છે. ખરાબ રસ્તાના કારણે તેમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને વરસાદી મોસમ દરમિયાન સ્થિતિ વધુ ખરાબ બની જાય છે અને અકસ્માત થવાનો ભય સતત રહે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: