લુણાવાડા : લુણાવાડાના શ્રોયસ એજ્યુકેશન મંડળ સંચાલિત લાડવેલ ગામની મોંધીબા ગાયત્રી વિદ્યાલય ખાતે ગઈકાલે તા.15ના રોજ શાળા પંચાયત (G.S.અનેL.R.)ની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ધોરણ 9 થી 12ના તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમગ્ર પ્રક્રિયા લોકશાહી ઢબે ચૂંટણી પંચના નિયમો અનુસાર ગોઠવાઈ હતી, જેમાં પ્રિસાઇડિંગ ઓફ્સિર, આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફ્સિર અને પોલિંગ ઓફ્સિર તરીકે વિદ્યાર્થીઓએ ફરજ બજાવી હતી. મતદાન માટે વિદ્યાર્થીઓ આઇ-કાર્ડ - આધાર કાર્ડના આધારે મતદાન કર્યું હતું. જે બાદ આંગળી પર શાહીનું નિશાન પણ લગાવાયું હતું. આચાર્ય મુકેશકુમાર પટેલ અને સમગ્ર સ્ટાફે માર્ગદર્શન અને આયોજન કર્યું હતું. શાળા પરિવારે ચૂંટાયેલા પ્રતિનિધિઓને શુભેચ્છા પાઠવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો