લુણાવાડા : લુણાવાડા તાલુકાના વિરણીયા ખાતે આવેલી ધી ન્યુ ઈંગ્લિશ સ્કૂલમાં શાળા પંચાયતની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ધોરણ 9 થી 12ના વર્ગ પ્રતિનિધિ, શાળાના જનરલ સેક્રેટરી તેમજ એલ.આર.ની ચૂંટણી યોજાઈ હતી. શાળાના 630 થી વધુ વિદ્યાર્થીઓએ મતદાનમાં ભાગ લીધો હતો. જી.એસ પદે ધોરણ - 12-બ ના વિદ્યાર્થી મનુ રમણભાઈ પગી અને એલ.આર તરીકે ધોરણઃ 12-અ ની વિદ્યાર્થીની વૈશાલી સોમસિંહ ચૌહાણ વિજેતા બન્યા હતા. મંડળના પ્રમુખ મુનેન્દ્રભાઈ પટેલે આચાર્ય અને શિક્ષકોને વિદ્યાર્થીઓને લોકશાહીનો પ્રત્યક્ષ અનુભવ કરાવવા બદલ અભિનંદન આપ્યા હતા. આ પ્રકારની ચૂંટણી પ્રક્રિયાથી વિદ્યાર્થીઓમાં નેતૃત્વ, જવાબદારી, અને લોકશાહી પ્રત્યેની સમજ કેળવાશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો