ગુજરાતમાં સરકારી કર્મચારીઓ દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે લુણાવાડા ખાતે મહીસાગર જિલ્લા શિક્ષ4સંઘના શિક્ષકોએ આજે દિવાસાના દિવસે લુણેશ્વર મહાદેવ મંદિરે ભગવાન શિવને આવેદનપત્ર આપીને અનોખી રીતે રજૂઆત કરી હતી.
ગઈકાલે લુણાવાડા તાલુકા પ્રાથમિ4શિક્ષ4સંઘ દ્વારા સોશિયલ મીડિયા પર આંદોલનની શરૂઆત કરાઈ હતી, જે બાદ આજે લુણાવાડા અને કોઠંબા તાલુકા પ્રાથમિ4શિક્ષ4સંઘના શિક્ષકોએ લુણાવાડાના શ્રી લૂણેશ્વર મહાદેવ મંદિરે એકઠા થઈ મહાદેવની આરતી ઉતારી વિશેષ પ્રાર્થના કરી ગુજરાત સરકારને મહાદેવ સદબુદ્ધિ આપે અને રાજ્યના તમામ કર્મચારીઓના હિતમાં વહેલી તકે ર્ંઁજી લાગુ થાય. તેવી પ્રાર્થના કરી મહાદેવના ચરણોમાં આવેદનપત્ર અર્પણ કર્યું હતું. જેમાં શિક્ષકોની માંગણી મુખ્ય પાંચ મુદ્દાઓ (1) નિવૃત્તિ બાદ કર્મચારીની સામાજિ4સુરક્ષા. (2) પરિવારની લાંબા ગાળાની આર્થિ4સ્થિરતા. (3) સતત વધતી મોંઘવારી સામે રક્ષણ. (4) શેરબજાર પર આધારિત નવી પેન્શન યોજના (ગ્દઁજી) ની અનિશ્ચિતતાઓ. (5) લાગુ થવાથી કર્મચારીઓના મનોબળ અને સમર્પણમાં થતો વધારો. જેવી રજૂઆત કરાઈ હતી.
