વડનગરથી શરૂ થયેલી આ યાત્રામાં ગુજરાતભરમાંથી 600થી વધુ સેવા યાત્રીઓ બાઇક દ્વારા વિવિધ આશરે 10 રૂટ પરથી વારાણસી તરફ્ આગળ વધી રહ્યા છે. મહીસાગર જિલ્લામાંથી પણ આશરે 11 સેવા યાત્રીઓ આ અભિયાનમાં જોડાયા છે.
હાલ સેવા યાત્રા રાજસ્થાનમાં આગળ વધી રહી છે. રૂટ નં. 4માં મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ પણ સેવા યાત્રી તરીકે જોડાયા છે. તેમણે વિવિધ ગામોની મુલાકાત લઈ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અંગે લોકોને માહિતી આપી, લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો તથા સેવા યાત્રીઓ સાથે વિવિધ સેવા પ્રવૃત્તિઓમાં સહભાગી થયા. સાથે જ તેમણે યાત્રાના આગામી કાર્યક્રમો માટે સેવા યાત્રીઓને જરૂરી માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડયું.
