લુણાવાડા : લુણાવાડા ખરીદ વેચાણ ઉત્પન્ન બજાર સમિતિ (APMC)ની ચૂંટણીમાં ચેરમેન્ા પદે ભાનુપ્રસાદ કાળીદાસ પટેલ અને વાઇસ ચેરમેન પદે ડાહ્યાભાઈ રણછોડભાઈ પગી બિનહરીફ્ ચૂંટાઈ આવ્યા હતાં.
લુણાવાડાAPMCમાં ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે આજે ચૂંટણી યોજાવાની હતી. જેમાં ચેરમેન પદ માટે ભાનુપ્રસાદ કાળીદાસ પટેલ અને વાઇસ ચેરમેન પદે ડાહ્યાભાઈ રણછોડભાઈ પગી મેદાને હતાં. જ્યારે તેમની સામે કોઈ ઉમેદવારે ઉમેદવારી નહીં નોંધાવતાં બંનેની બિનહરીફ વરણી કરાઈ હતી. આ વિજય બદલ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા બંને નવનિયુક્ત પદાધિકારીઓને રૂબરૂ મળીને પુષ્પગુચ્છ આપી મોં મીઠું કરાવી અભિનંદન પાઠવ્યા હતા અને તેમના ઉજ્જવળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. આ પ્રસંગે નવનિયુક્ત ચેરમેન અને વાઇસ ચેરમેનના નેતૃત્વમાં લુણાવાડા APMC દ્વારા ખેડૂત મિત્રો તેમજ વેપારી ભાઈઓના હિતમાં કાર્યો કરાશે, તેવો અગ્રણીઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.










