લુણાવાડા : લુણાવાડાની શ્રી વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત સ્વામી વિવેકાનંદ હાઇસ્કુલ ખાતે આજે કન્યા કેળવણી મહોત્સવ અને પ્રગતિનો પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ હતી. જેમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા કલેક્ટર અર્પિત સાગર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ડૉ. આર. બી. પટેલ, કોર્પોરેટર અમિત ધોબી, ત્રિવેણીબેન માળી,CRC જસપાલસિંહ, શાળા સંચાલક મંડળના પ્રમુખ આર.ડી.પટેલ, આચાર્ય પંકજભાઈ પટેલ તેમજ વાલી પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓએ શૈક્ષણિક ઝાંખી રજૂ કરી હતી. ધો-9 ની વિદ્યાર્થિની અનુષ્કા ચૌહાણે વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય પર વક્તવ્ય રજૂ કર્યું હતું, મહાનુભાવોના હસ્તે શાળાના આદર્શ વિદ્યાર્થીઓ, ખેલ મહાકુંભના વિજેતાઓ, વર્ષ દરમિયાન શાળામાં 100 % હાજરી સાથે નિયમિત આવનાર તેજસ્વી તારલાઓ તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સાધના પરીક્ષાના મેરિટમાં સ્થાન મેળવનાર ગૌરવરૂપ વિદ્યાર્થીઓનું વિશેષ સન્માન કરી પ્રોત્સાહિત કરાયા હતા.

Surat : જમીન સોદાના નામે ખેડૂતનો વિશ્વાસ જીતી 2.14 કરોડ સેરવી લીધા,પટેલ બંધુઓની મોટી 'ગેમ'









