લુણાવાડા : મહીસાગર જિલ્લાના નપાણીયા લાડવેલ પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આંગણવાડી, બાળવાટિકા અને ધોરણ-1માં પ્રવેશ મેળવનાર કુલ 38 બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરી આવકારવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં CET, નવોદય અને જ્ઞાન-સાધના જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં શ્રોષ્ઠ પ્રદર્શન કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું ઉપરાંત વર્ષ દરમિયાન 100 ટકા હાજરી ધરાવતા વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓનું વિશેષ સન્માન કરાયું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું હતું. સ્કૂલ ટ્રાન્સપોર્ટેશન સ્કીમનો વિધિવત શુભારંભ કરાયો હતો. શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરી તમામ વિદ્યાર્થીઓને દાડમ, જાંબુ અને સીતાફ્ળ સહિતના 350 ફ્ળાઉ રોપાઓનું વિતરણ કરાયું હતું.JCIલુણાવાડાની ટીમે વિદ્યાર્થીઓને સીડબોલનું વિતરણ કર્યું હતું.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: