સ્વાભિમાન, શૌર્ય અને વીરતાના પ્રતીક એવા વીર શિરોમણી મહારાણા પ્રતાપની જન્મજયંતી નિમિત્તે આજે લુણાવાડા ખાતે રાજપૂત સમાજ દ્વારા તેઓની પ્રતિમાને ફુલહાર અર્પણ કાર્યક્રમ યોજાયો હતો.


લુણાવાડા કોટેજ ચોકડી પાસે આયોજિત આ મંગલમય પ્રસંગે રાજપૂત સમાજના અગ્રણીઓ, પૂજનીય વડીલો, યુવાનો અને માતૃશક્તિ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે મહારાણા પ્રતાપની પ્રતિમા-તસવીર પર સૂતરની આંટી અને ફુલહાર અર્પણ કરી ભાવભીની વંદના કરાઈ હતી. સમાજના વડીલોએ મહારાણા પ્રતાપના જીવનના પ્રેરક પ્રસંગો અને તેમના બલિદાનની ગાથા રજૂ કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે સમાજમાં એકતા, શિક્ષણ અને સંસ્કારના સિંચન પર પણ વિશેષ ભાર મૂકાયો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: