બાલાસિનોર : પાલિકા દ્વારા આંતરરાષ્ટ્રીય પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પર્યાવરણની જાળવણી અને કુદરતી સંપદાના સંવર્ધન માટે આયોજિત આ વિશેષ કાર્યક્રમ અંતર્ગત પાલિકા દ્વારા વૃક્ષારોપણ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શહેરના વિવિધ સ્તરના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, પક્ષના અગ્રણી આગેવાનો, નગરપાલિકાનો વહીવટી સ્ટાફ્ અને શહેરના જાગૃત નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પર્યાવરણની સુરક્ષા માટે કટિબદ્ધતા દર્શાવી હતી.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: