સોમવતી અમાસ નિમિત્તે ગાયત્રી મહાયજ્ઞ અને મહાપ્રસાદના આયોજનમાં ભક્તોએ ભાગ લીધો. લુણાવાડા તાલુકાના મલેકપુર માં ભગવતી મહિલા ગાયત્રી પરિવાર દ્વારા તેમજ ખાનપુર ગાયત્રી પરિવાર દ્વારા ખાનપુર ખાતે કાંતાબેન માલીવાડના ઘરે પુરુષોત્તમ માસની અમાવસ્યા નિમિત્તે પંચકૂંડી ગાયત્રી મહાયજ્ઞ સંપન્ન કરાયો હતો, જેમાં ગર્ભ સંસ્કાર કરાયા હતા. સોમવતી અમાસના દિવસે ભક્તોએ ગાયત્રી મહાયજ્ઞના દર્શનનો લહાવો લીધો હતો, મહાઆરતી બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરાયું હતું. સિસોદિયા મીનાબેન એસ અને તેમની ટીમે વ્યસન મુક્તિ તેમજ ગુરુદેવનો સંદેશો આપ્યો હતો.

Kachchh News : આડેસરમાં હોટેલનું ગેરકાયદે બાંધકામ તોડી પડાયું, હવે આ જમીન પર નવું પોલીસ સ્ટેશન બનશે









