મહીસાગર લુણાવાડા વિભાગ દ્વારા 9 ડિસેમ્બર, મંગળવારે મહત્વપૂર્ણ સમારકામ અને મેન્ટેનન્સ કામગીરી હાથ ધરવામાં આવશે. આ કામગીરીને કારણે લુણાવાડા શહેર તેમજ આસપાસના ગામોમાં સવારે 7 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી લગભગ પાંચ કલાક વીજ પુરવઠો બંધ રહેશે.
સમારકામને કારણે વીજ વિક્ષેપ
MGVCL દ્વારા લુણાવાડા સબસ્ટેશનમાંથી નીકળતા વિવિધ ફીડર્સ પર રીપેરિંગ અને મેન્ટેનન્સ કામગીરી થશે. અધિકારીઓએ જણાવ્યું છે કે, કાર્ય સુરક્ષિત રીતે પૂરા થાય તે માટે વીજ પુરવઠો બંધ રાખવો જરૂરી બન્યો છે.










