મહીસાગર જિલ્લામાં કરોડો રૂપિયાના ચકચારી નળ સે જળ યોજના કૌભાંડમાં સીઆઈડી ક્રાઇમે વધુ એક મુખ્ય કોન્ટ્રાક્ટરની ગોધરા ખાતેથી ધરપકડ કરી છે. આ ધરપકડ સાથે જ રૂા.123 કરોડના આ મહાકૌભાંડમાં પકડાયેલા કુલ આરોપીઓનો આંકડો હવે 37 પર પહોંચ્યો છે. મહીસાગર જિલ્લાના બહુચર્ચીત રૂા.123 કરોડના નળ સે જળ યોજના કૌભાંડમાં સીઆઈડી ક્રાઇમે મુખ્ય કોન્ટ્રાક્ટર મહેશ ઉત્તમચંદ લુહાણાની ધરપકડ કરી છે. સીઆઈડી ક્રાઈમની તપાસમાં આ કોન્ટ્રાક્ટરે વેણાં ગામમાં રૂા.2,50,36,186.54 અને સીમલીયા ગામમાં રૂા. 2,55,68,010.82 ના ખોટા બિલો મૂકીને કરોડો રૂપિયાની ગેરરીતિ આચરી હોવાનો આરોપ છે. જેની પાસેથી સરકારે હજુ રૂા. 5,06,04,197.36 ની અધધ રકમ રિકવર કરવાની બાકી છે. કોન્ટ્રાક્ટર મહેશ લુહાણાએ તેની ધરપકડ સામે ?હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી મૂકી હતી. જે કોર્ટે ફ્ગાવી દેતાં સીઆઈડી ક્રાઈમે તેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. ?આ કૌભાંડની ગંભીરતાને જોતા હાઈકોર્ટે અન્ય આરોપી કોન્ટ્રાક્ટરોની પણ આગોતરા જામીન અરજીઓ ફ્ગાવી દીધી છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: