લુણાવાડા : લુણાવાડાની 148 વર્ષ જૂની ઐતિહાસિક શ્રી એસ કે હાઇસ્કુલ શાળામાં પણ વિશ્વ યોગ દિવસની ઉત્સાહપૂર્ણ ઉજવણી કરાઈ હતી. શાળાના વિશાળ પ્રાંગણમાં શાળાના તમામ વિદ્યાર્થીઓ, શિક્ષક ગણ અને વહીવટી સ્ટાફ્ મોટી સંખ્યામાં યોગાભ્યાસમાં જોડાયા હતા. વહેલી સવારે સૌએ સાથે મળીને વિવિધ આસનો, પ્રાણાયામ અને ધ્યાનની ક્રિયાઓ કરી હતી. યોગ પ્રશિક્ષકની દેખરેખ હેઠળ બાળકોએ સૂર્ય નમસ્કાર અને જીવનમાં ઉપયોગી એવા અન્ય યોગાસનો કર્યા હતા. આ પ્રસંગે આચાર્ય ડી.વિ પટેલે વિદ્યાર્થીઓને પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું.

Gujarat News: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં યોગ કર્યા









