વીરપુરના લીંબરવાળા ગામેથી વીરપુર પોલીસ ને મળેલ બાતમીને આધારે તપાસ કરતા ખેતરમાં સન્તાડી રાખેલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. વિરપુર પોલીસ દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષક લુણાવાડા વિભાગનાઓએ પ્રોહીબીશનની અસરકારક કામગીરી કરવા તેમજ અસામાજીક પ્રવુત્તિ કરનારા ઇસમો સામે કડક કાર્યવાહી કરવા માટેના સુચના કરેલ હોય જે અનુસંધાને વિરપુર પીઆઈ દ્વારા તાલુકામાં ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. જે દરમ્યાન વીરપુર પોલીસ સ્ટેશન પો.ઇન્સને બાતમી મળેલ કે લીંમ્બરવાડા જમણાવત ગામે રહેતા રણજીતભાઈ અમરાભાઈ ઠાકોર તેઓના ઘરે વિદેશી દારૂ રાખી વેચાણ કરે છે. જેવી બાતમી આધારે દરોડો પાડીને ઘરે ઝડતી તપાસ કરતાં તેઓના ઘરની બાજુમાં આવેલ સુઢીયાના વાવેતરવાળા ખેતરમાંથી વિદેશી દારૂ ટીન બીયર નંગ 92 જેની કિમત રૂ. 20240/- તથા રોયલ સ્ટેગ કવોટર નંગ 78 જેની કિંમત રૂ.182પર તથા મોટરસાયકલ કિંમત રૂ.15000/- મળી કુલ કિંમત રૂ.53492ના મુદ્દામાલ સાથે પકડી પાડયો હતો. તેમજ આરોપી સામે વિરપુર પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો