મહેસાણા જિલ્લામાં દિવાળીના તહેવારની ઉત્સાહભેર ઉજવણી માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દિવાળીના તહેવાર દરમિયાન માર્ગ અકસ્માત, ફ્ટાકડાથી દાઝી જવા તેમજ શ્વાસની તકલીફ્ના બનાવોમાં વધારો થતો હોય છે. ત્યારે આ વર્ષે સામાન્ય દિવસોની સરખામણીએ દિવાળી, બેસતા વર્ષ અને ભાઈબીજના દિવસે ઇમરજન્સી કેસમાં 9.80થી 33.33 ટકા સુધીનો વધારો થવાની 108ની ટેક્નિકલ ટીમે શક્યતા વ્યક્ત કરી છે. જેને પગલે મહેસાણા જિલ્લામાં 108ની તમામ 34 એમ્બ્યુલન્સને એલર્ટ મોડ પર મૂકવામાં આવી છે. મહેસાણા શહેર સહિત જિલ્લામાં ધનતેરસથી દિવાળીના તહેવારોનો પ્રારંભ થયો છે. લાભ પાંચમ સુધી ચાલનારા આ તહેવારો દરમિયાન માર્ગ અકસ્માત, ફ્ટાકડાથી દાઝી જવા તેમજ કેટલીક જગ્યાએ મારામારીના બનાવો પણ બનતા હોય છે. ફ્ટાકડા ફોડવાથી વાતાવરણમાં પ્રદૂષણ વધતું હોવાથી શ્વાસને લગતી બીમારીઓના કેસમાં પણ વધારો થવાની શક્યતા રહે છે. દિવાળીના તહેવાર દરમિયાન ફ્ટાકડાથી દાઝી જવા સહિતના કોઈપણ અનિચ્છનીય બનાવોમાં તાત્કાલિક સારવાર મળી રહે તે માટે મહેસાણા જિલ્લા 108ની 34 એમ્બ્યુલન્સને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. ખાસ કરીને દિવાળી, બેસતું વર્ષ અને ભાઈબીજ એમ ત્રણ દિવસ દરમિયાન અકસ્માત સહિતના ઇમરજન્સી કેસમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે.108ની ટેક્નિકલ ટીમે અગાઉનાં વર્ષોમાં દિવાળીના તહેવારો દરમિયાન નોંધાયેલા ઇમરજન્સી કેસના આંકડાઓનો અભ્યાસ કરીને આ આગાહી કરી છે. જે મુજબ દિવાળી, બેસતા વર્ષ અને ભાઈબીજના દિવસે ઇમરજન્સી કેસમાં 9.80થી 33.33 ટકા સુધીનો વધારો નોંધાઈ શકે છે. આ આગાહીને પગલે મહેસાણા જિલ્લા 108ના ઇમરજન્સી મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ જિગ્નેશ પ્રજાપતિ દ્વારા જિલ્લાની 34 એમ્બ્યુલન્સ સહિતના સ્ટાફ્ને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યો છે.દિવાળીના તહેવારોમાં ઈમરજન્સી કેસ વધવાની ટકાવારી દર્શવતા આંકડા દિવાળી બેસતું વર્ષ ભાઈ બીજ 30.39 ટકા 33.33 ટકા 9.80 ટકા
