સાડા આઠ વર્ષ પહેલાં અમદાવાદ-રણુંજ વાયા કલોલ, કડી, કટોસણ રોડની મીટરગેજ લાઈનને બ્રોડગેજમાં રૂપાંતરિત કરવા માટે પેસેન્જર ટ્રેનો બંધ કરવામાં આવી હતી. હાલ આ લાઈન પર દોઢ વર્ષથી માલગાડીઓ દોડાવવામાં આવી રહી છે, પરંતુ પેસેન્જર ટ્રેનો હજુ સુધી શરૂ થઈ નથી. આનાથી ચુંવાળ પંથકની જનતામાં રેલ્વે તંત્ર સામે ભારે રોષ વ્યાપી ગયો છે.15 સપ્ટેમ્બર 2017થી શરૂ થયેલ કલોલ-કડી-કટોસણ-બહુચરાજી-રણુંજ બ્રોડગેજ પ્રોજેક્ટ હવે પૂર્ણ થઈ ગયો છે. બહુચરાજી મારુતિ સુઝુકી પ્લાન્ટથી કટોસણ સુધી માલગાડીઓ દોડી રહી છે.જ્યારે કટોસણથી અમદાવાદ સુધી બ્રોડગેજ તૈયાર થતાં પેસેન્જર ટ્રેનો પણ શરૂ થઈ ગઈ છે.ત્યારે તીર્થધામ બહુચરાજી સુધી પેસેન્જર ટ્રેન ચાલુ થાય તેવું મુસાફરો ઈચ્છી રહ્યાં છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: