શ્રી સાર્વજનિક બી.એસ.ડબલ્યુ. અને એમ.એસ.ડબલ્યુ. કોલેજ ખાતે બાળ લગ્ન મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્યા બાળ લગ્નની પ્રથા સામે જાગૃતિ ફેલાવી તેના નિવારણ માટે વિદ્યાર્થીઓને કાયદાકીય તથા સામાજિક માહિતીથી અવગત કરવાનો હતો. કાર્યક્રમની શરૂઆતમાં કોલેજના પ્રિન્સિપાલ ડો. ક્રાંતિબેન ત્રિવેદીએ ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરી કાર્યક્રમનો પરિચય આપ્યો હતો. ત્યારબાદ વિજયભાઈ પરમારે બાળ લગ્નના સામાજિક દુષ્પરિણામો તેમજ બાળ લગ્ન અટકાવવા માટેની કાયદાકીય જોગવાઈઓ અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. પ્રોટેક્શન ઓફ્સિર વર્ષાબેન દવેએ ઉપસ્થિત વિદ્યાર્થીઓને બાળ લગ્ન અટકાવવા અંગે પ્રતિજ્ઞા લેવડાવી હતી. કાર્યક્રમનું સંચાલન આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. મોનિકાબેન પટેલે કર્યું હતું. બાળ લગ્ન જેવી સામાજિક કુરિવાજને નાબૂદ કરવા માટે યુવાનોમાં જાગૃતિ અને જવાબદારીની ભાવના વિકસાવવાના સંદેશ સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું.
