દંઢાવ્ય 66 પ્રજાપતિ સમાજ ગોઝારીયાનું 40મું વાર્ષિક સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં સમાજના આગામી બે વર્ષના કાર્યકાળ માટે નવીન કારોબારી અને હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ અશ્વિનભાઈ બાબુભાઈ પ્રજાપતિ (કડવાસણ), ઉપપ્રમુખ નારણભાઈ પ્રજાપતિ (ખરણા), વિઠ્ઠલભાઈ કે. પ્રજાપતિ (સોલૈયા) અને જોઈતારામ પ્રજાપતિ (કામલપુર),મંત્રી ધર્મેશભાઈ આત્મારામ પ્રજાપતિ (પલિયડ), સહમંત્રી વિષ્ણુભાઈ પ્રજાપતિ (ઇટાદરા) અને મનુભાઈ પ્રજાપતિ (દેત્રોજપુરા)ની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. સમાજના વિકાસ અને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે ચૂંટાયેલા તમામ નવનિયુક્ત હોદ્દેદારોને સમાજના અગ્રણીઓ અને સભ્યોએ અભિનંદન પાઠવ્યા હતા.
