ખેરાલુના ડભાડ ગામે કરિયાણાની દુકાનમાંથી શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો મળતાં પુરવઠા વિભાગે મુદ્દામાલ સીઝ કરી કાર્યવાહી શરૂ કરી.
ખેરાલુ તાલુકાના ડભાડ ગામમાં કિરાણાની દુકાનમાંથી મોટા પ્રમાણમાં બિન-અધિકૃત અને શંકાસ્પદ અનાજનો જથ્થોનો પર્દાફાશ થયો છે. ખાનગી બાતમીના આધારે કલેકટર એસ.કે.પ્રજાપતિ, અધિક કલેકટર મયંક પટેલના માર્ગદર્શન હેઠળ સ્થાનિક પુરવઠા નિરીક્ષક ઈન્સ્પેક્ટર ટીમ અને મામલતદારની સંયુક્ત ટીમ દ્વારા દરોડો પાડયો હતો. તપાસ દરમિયાન ધઉં 861 કિલો, ચોખા 14,369 અને બાજરી 358 કિલો મળી કુલ રૂ.4,25,000ની કિંમતનો મુદ્દામાલ ઝડપાયો હતો.
ખેરાલુ તાલુકાના ડભાડ ગામમાં કરિયાણાની દુકાન ધરાવતા સંજયભાઈ દિલીપભાઈ મોદી પાસેથી સરકારી અનાજનો મોટો કાળોબજારનો પર્દાફાશ થયો છે. આટલી મોટી માત્રામાં સરકારી અનાજનો જથ્થો મળી આવતાં ચકચાર ફેલાઈ છે. જિલ્લા પુરવઠા અધિકારી બીરેનભાઈ પટેલ અને તેમની ટીમે આ જથ્થો સીઝ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. દુકાન માલિક પાસેથી આ અનાજના કોઈ આવશ્યક બિલ કે પુરાવો ન મળી આવતા, આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ 1955 હેઠળ આ જથ્થાને સીઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. પુરવઠા વિભાગ દ્વારા સીઝર રિપોર્ટના આધારે આગળની સુનાવણી થશે અને ગુણ-દોષના આધારે આખરી નિર્ણય લેવામાં આવશે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો