મહેસાણા સિવિલ હોસ્પિટલના એસએનસીયુ વિભાગે ગંભીર હાલતમાં દાખલ થયેલા નવજાત શિશુઓની સારવાર કરીને અનેક બાળકોના જીવ બચાવ્યા.
મહેસાણા સિવિલ જનરલ હોસ્પિટલના સિક ન્યૂબોર્ન કેર યુનિટ(એસએનસીયુ)વિભાગે છેલ્લા ત્રણ મહિનામાં ઉત્કૃષ્ટ કામગીરી કરીને અનેક અતિગંભીર નવજાત શિશુઓના જીવ બચાવ્યા છે.જેમાં ઓછા વજનવાળા,શ્વાસ લેવામાં તકલીફ્ અને ચેપગ્રસ્ત બાળકોનો સમાવેશ થાય છે. પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા ત્રણ મહિનામાં એસએનસીયુ વિભાગમાં કુલ 167 નવજાત શિશુઓ જેમાં અતિગંભીર હાલતમાં દાખલ કરવામાં આવ્યા હતા.જેમાં ઓછા વજનવાળા, શ્વાસ લેવામાં તકલીફ્ અને ચેપગ્રસ્ત બાળકોનો સમાવેશ થતો હતો.ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ્ની સતત દેખરેખ અને આધુનિક સારવારના કારણે તેમાંથી 160 બાળકોને સફ્ળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા છે,જ્યારે 7 બાળકોના સારવાર દરમિયાન મોત થયા હતા.આ અંગે મુખ્ય જિલ્લા તબીબી અધિકારી તેમજ સિવિલ સર્જન ડો.ગોપી પટેલના જણાવ્યા મુજબ એસએનસીયુમાં 24 કલાક નિષ્ણાત ડોક્ટરોની ટીમ કાર્યરત છે.તો અહીં મોટા ભાગે ગરીબ પરિવારના બાળકો સારવાર અર્થે આવતા હોય છે.આવા અતિગંભીર બાળકોની સારવાર અર્થે ટીમો ખડેપગે રહેતી હોય છે.
