મહેસાણા શહેરમાં વધતા જતા વાયુ પ્રદૂષણને કારણે નાગરિકોને ગંભીર આરોગ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. એર ક્વોલિટી ઇન્ડેક્સનું સ્તર હદ પાર કરી ગયું છે. જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ્, આંખોમાં બળતરા અને નાના બાળકોમાં ઉધરસ જેવી ફરિયાદો વધી રહી છે. નાગરિકો તરફ્થી પ્રદૂષણને અંકુશમાં લાવવા માટે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે. શહેરમાં રિક્ષાઓ એટલું પ્રદુષણ ઓકી રહી છે કે પાછળ આવતા વાહન ચાલક તેની પાછળ જઈ પણ ન શકે તેટલું પ્રદુષણ ઓંકી રહી છે. આવા પ્રદુષણ ફેલાવતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવા માંગણી ઉઠી છે.
શિયાળાની ઋતુમાં વાયુ પ્રદૂષણ તેના ઉચ્ચતમ સ્તરે પહોંચી જાય છે. જે ફેફ્સાંના સ્વાસ્થ્યને અવગણી શકાય તેમ નથી. શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર ખતરનાક હદને પાર કરી ગયું છે. ટ્રાફ્કિ વિસ્તારોમાં રહેતા લોકોને વિશેષ તકલીફ્ પડી રહી છે. જ્યાં શ્વાસ લેવામાં અને આંખોમાં બળતરાની ફરિયાદો સામાન્ય બની ગઈ છે. ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ (સીઓપીડી)ના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. કોરોના મહામારી પછીના વર્ષોમાં આવા કેસોમાં વધારો થયો છે. હવે 40 થી 50 વર્ષની વયના લોકોમાં પણ સીઓપીડીના લક્ષણો જોવા મળી રહ્યા છે. જેમાં સતત ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ્ અને થાક લાગવો જેવા લક્ષણો સામેલ છે. વિશેષ કરીને, વાયુ પ્રદૂષણને કારણે ધુમ્રપાન ન કરતા યુવાનોમાં પણ આ રોગના કેસ વધી રહ્યા છે. નાગરિકો તરફ્થી પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે સરકાર અને સ્થાનિક વહીવટ તંત્ર પાસે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.










