વર્ષ 2026-27 માટે બાગાયત ખાતાની નવીન સહાયલક્ષી યોજનાઓનો લાભ વધુમાં વધુ ખેડૂતો લઈ શકે તે હેતુથી આઈ-ખેડૂત પોર્ટલ 2.0 ઉપર અરજી કરવાની સમયમર્યાદા લંબાવવામાં આવી છે. અગાઉ આ પોર્ટલ 17, સપ્ટેમ્બર 2026 સુધી ખુલ્લું હતું, પરંતુ હવે મહેસાણા જિલ્લાના તમામ ખેડૂતો આગામી 30, સપ્ટેમ્બર 2026 સુધી ઓનલાઈન અરજી કરી શકશે. ફ્ળ પાકોમાં ફ્લ્ડિ કવરના ઉપયોગથી ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવા માટે ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે. બહુસ્તરીય ખેતી પધ્ધતિ દ્વારા ફ્ળ પાકોનો વાવેતર વિસ્તાર વધારવા માટે અતિ ઘનિષ્ઠ ખેતીથી એકથી વધુ ફ્ળ પાકનું વાવેતર કરવાનું રહેશે.

મહેસાણા જિલ્લાના પાત્રતા ધરાવતા ખેડૂતોએ વેબસાઈટ ikhedut.gujarat.gov.in પર જઈને નોંધણી કરવાની રહેશે. અરજી કરતા પૂર્વે પોર્ટલ પર આધાર ઓથેન્ટિકેશન કરાવવું ફરજિયાત છે. ઓનલાઈન અરજી કર્ન્ફ્મ થયા બાદ તેની પ્રિન્ટ કાઢી જરૂરી સાધનિક કાગળો સાથે રાખવાના રહેશે. પૂર્વ મંજૂરી મળ્યા બાદ ક્લેઈમ સબમિટ કરતી વખતે સહી કરેલી અરજી અને બિડાણો સાથેની નકલ રૂબરૂમાં નાયબ બાગાયત નિયામકની કચેરી, રૂમ નંબર એસ.2, બ્લોક નં.1, બહુમાળી ભવન મહેસાણા ખાતે જમા કરાવવાની રહેશે.