મહેસાણા રાધનપુર રોડ પર આઇકોનીક રોડના કામે મનપાના કોન્ટ્રાક્ટરની ગોકળગાય ગતિને લઈ સ્થાનિકો ભારે પરેશાન બન્યા છે. રોડના કામે ખોદેલા ખાડાઓ અને યોગ્ય પુરાણ ન થતા ઉબળ ખાબળ બનેલા રસ્તા સહિતની ખુલ્લી જગ્યા પર ચાલતા નાગરિકોને અકસ્માતનું જોખમ રહ્યું છે. મહેસાણા રાધનપુર રોડ પરના સ્થાનિક દ્વારા રોડના કામને લઈ નારાજગી જતાવતા હાલમાં મનપા દ્વારા કરવામાં આવતી આઇકોનીક રોડની કામગીરી માટે રસ્તાની બંને બાજુમાં કરેલ ખોદકામ અને કુંડીઓને કારણે રોજ બરોજ નાના-મોટા અકસ્માત સર્જાતા હોવાનું અને વૃદ્ધ તેમજ બાળકોને આવતા જતા પડી જવાનું જોખમ રહ્યું હોવાનું જણાવવામાં આવ્યું હતું. કોન્ટ્રાકટર દ્વારા ધીમીગતિએ ચાલતા આ કાર્યને લઈ રોડ પર સતત ટ્રાફ્કિ થવાની તેમજ ટ્રાફ્કિમાં એમ્બ્યુલન્સ સહિતના વાહનો ફ્સાઈ રહેવાની સમસ્યા રહે છે.
આમ મનપાના આ કામને લઈ ઝડપી કામગીરી કરવામાં આવે તેમજ યોગ્ય પુરાણ કરી ખાડા પૂરવામાં આવે અને કુંડી બનાવેલ જગ્યાએ સલામતીના પગલાં લેવાય તો અકસ્માત જેવી ઘટનાઓ અટકી શકે તે માટે પણ માંગ કરવામાં આવી રહી છે.










