દિવાળીના પર્વે જરૂરિયાતમંદ પરિવારો પણ મીઠાશભરી ઉજવણી કરી શકે તેવા આશયથી સોમેશ્વર ગ્રુપ પ્રેરિત સોમેશ્વર સેવા તીર્થ દ્વારા નિઃશુલ્ક મીઠાઈ વિતરણની સેવાકીય પહેલ હાથ ધરવામાં આવી છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ સોમેશ્વર ગ્રુપના પ્રકાશ પી. પટેલ દ્વારા આ સેવાયજ્ઞનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે પ્રકાશભાઈ પટેલે જણાવ્યું હતું કે, સેવા એ જ સાચો ધર્મ છે અને તહેવારોની ખુશી સૌની સાથે વહેંચવી એ જ સાચી દિવાળીની ઉજવણી છે.
